Gujarat News 

૧૬મી માર્ચે માળીયા(હા) ખાતે રોજગાર કચેરી અને નોકરીદાતા દ્વારા યોજાશે ભરતીમેળો

જૂનાગઢ,તા.૧૩ માર્ચ: જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા ખાનગી નોકરીદાતાઓ પાસેથી જૂદી જુદી ખાલી જગ્યા મેળવી તા. ૧૬ માર્ચ-૨૦૧૮ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે ઐાદ્યાગિક તાલીમ સંસ્થા(આઇ.ટી.આઇ.) માળીયા હાટીના ખાતે એક ભરતી મેળાના આયોજનમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ અસલ સર્ટીફીકેટ/માર્કશીટ તથા પ્રમાણીત નકલો અને ચાર પાસપોર્ટ સાઈઝના ફોટા અને સવિગત બાયોડેટા(પાનકાર્ડ) જો હોય તો આઇ.ટી.આઇ. માળીયા હાટીના ખાતે સ્વખર્ચે હાજર રહેવુ, ધો-૧૦, ધો-૧૨ અને સ્નાતક, ઐાદ્યોગિક તાલીમ સંસ્થામાં ટર્નર, ફીટર, વેલ્ડર જેવી લાયકાત પ્રાપ્ત ૧૮ થી ૪૫ વર્ષની વયજુથમાં આવતા રોજગાર વાંચ્છુ ઉમેદવારોએ ઉપસ્થિત રહેવુ.નોકરીદાતાઓ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ના હોવાથી દિવ્યાંગ ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર રહેવુ નહીં         



Reported By:Mehul H. Bhatt
Indian news TV