Gujarat News 

ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે પુર્વ બાતમીનાં આધારે એક ઓટો રીક્ષામાંથી પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ તેમજ બીયરનાં ટીન સાથે એક આરોપીને ઝડપી પાડતી ભાવનગર ભરતનગર પોલીસ.

ભાવનગર જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી પી એલ માલ સાહેબ તથા ભાવનગરનાં  નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ.એસ.ઠાકર સાહેબે આપેલ સુચના કે ભાવનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગારની પ્રવૃત્તિઓ ને સદંતર નેસ્ત નાબુદ કરવાની આપેલ સુચના મુજબ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનનાં PI.જે.એમ.ચાવડા સાહેબ સાથે અમો ભરતનગર પોલીસ સ્ટેશનનાં 

હેડ.કો.ધીરૂભા ગોહિલ તથા 

હેડ.કો.યુસુફખાન પઠાણ તથા પો.કો.એઝાઝખાન પઠાણ તથા પો.કો.સંજયભાઈ ચુડાસમા તથા પો.કો.મહેન્દ્રસિંહ સરવૈયા તથા પો.કો.હરપાલસિંહ ગોહિલ તથા પો.કો.નરેશભાઈ વાજા.તથા અન્ય પોલીસ સ્ટાફનાં માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એઝાઝખાન પઠાણ તેમજ સંજયભાઈ ચુડાસમા ની સંયુકત  હકિકત બાતમી મુજબ કે ભરતનગર લાલાબાપા ચોક તરફથી શીવાજીસર્કલ તરફ જતાં રોડ પર એક કાળા કલરની ઓટો રીક્ષા રજી નંબર  GJ 13 AT 8491 માં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નિકળવાની હોય જે હકીકત મળતાં નંદકુવરબા મહિલા કોલેજની સામે કેસરીયા ઢાબા પાસે રોડ પર આવી વોચમાં હતાં તે દરમ્યાન ભરતનગર લાલાબાપા ચોક તરફથી શિવાજી સર્કલ તરફ એક કાળા કલરની ઓટો રીક્ષા ઉપરોક્ત નંબરની નીકળતાં સદર રીક્ષાને કેસરીયા ઢાબા પાસેથી પસાર થતાં સદર રીક્ષાને જેમની તેમ રોકી રીક્ષા ચાલકનું નામ ઠામ પુછતાં પોતે પોતાનું નામ ભાવેશભાઇ જેન્તીભાઈ રાઠોડ/રજપુત ઉ.વર્ષ 33/ધંધો રીક્ષા ડ્રાઈવીંગ રહે સુભાષનગર પુલ પાસે ડો.નરવાણીનો ખાંચો પચ્ચાસ વારીયા પ્લોટ નં 68-એફ ભાવનગર વાળો હોવાનું જણાવેલ અને મજકુરની રીક્ષાની ઝડતી તપાસ કરતાં પ્લાસ્ટીકનાં કંતાનનાં થેલામાં આગળ તેમજ પાછળના ભાગે રાખેલ હોય જે થેલા ખોલી જોતા દરેક થેલામાં પુંઠ્ઠાનાં બોકસમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ની બોટલો તથા બીયરનાં ટીન ભરેલ હોય જે પુંઠ્ઠાનાં બોક્સ/પેટીઓ બહાર કાઢી જોતા ડી.એસ.પી.બ્લેક તથા બકાડી તથા કીંગફીંશર બીયર હેવેડ 

5000- બીયરનો જથ્થો હોય જેથી ઇંગ્લીશ દારૂ તેમજ બીયરનો જથ્થો પોતાનાં કબ્જામાં રાખવા અંગે પાસ પરમિટ કે આધાર માંગતા નહીં હોવાનું જણાવેલ જે બોટલો જોતા અલગ અલગ કંપનીની હોય જે નીચે મુજબ છે.

 

(1) બકા ડી કંપનીની કાચની 750 ML ભરેલ કંપની સીલપેક બોટલો  નંગ 05/  ફોર સેલ ઇન મહારાષ્ટ્ર જે એક બોટલ કિંમત 1121 પ્રિન્ટ ભાવ કુલ ટોટલ પાંચ બોટલની કિંમત રૂપિયા 5,605/-

 

(2) ડી.એસ.પી.બ્લેક કંપનીની કાચની એક લીટરની કંપની સીલપેક બોટલો નંગ 18/- જેની એક બોટલની કિંમત 710/- રૂપિયા પ્રિન્ટ ભાવ કુલ ટોટલ અઠાર બોટલની કિંમત રૂપિયા 12,780/-

 

(3) કીંગફીંશર બીયર ટીન 500/- એમ.એલ નાં કંપની સીલપેક બીયર નંગ 24/- જેની એક બીયરની કિંમત રૂપિયા 100/- કુલ ટોટલ બીયરની કિંમત રૂપિયા 24,00/-

 

(4) હેવેડસ 5000 બીયર ટીન 500- એમ.એલ નાં કંપની સીલપેક બીયર નંગ 96/- જે એક બીયરની કિંમત રૂપિયા 100/- કુલ બીયરની કિંમત રૂપિયા 96,00/- તમામની કુલ ટોટલ કિંમત રૂપિયા 30,385/-

 

 

તેમજ મજકુર ઇસમની અંગઝડતી કરતાં તેણે પહેરેલ પેન્ટનાં ખીસ્સામાંથી મોબાઇલ ફોન નંગ 2/- જેમાં સેમસંગ કંપનીનો તથા એક મોબાઇલ ઇન્ટેક્ષ કંપનીનો મોબાઇલ ફોન હોય જે બંન્નેની કિંમત રૂપિયા 20,00/- તથા મજકુરનાં હવાલા વાળી રીક્ષા નંબર GJ 23 AT 8491 ની કિંમત રૂપિયા 75,000/- મળી કુલ ટોટલ કિંમત રૂપિયા 10,7,385/- નો મુદ્દામાલ રાખી રીક્ષામાં હેરફેર કરી પ્રોહિ કલમ 65-(AE), 116B, 98(2) મુજબનો ગુનો કરેલ હોય જે મજકુર ઇસમને અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

આ સમગ્ર કામગીરી માં ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનનાં PI..જે.એમ.ચાવડા સાહેબ તથા ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે મોડીરાત્રે ઇંગ્લીશ દારૂ ભરેલી રીક્ષા તેમજ એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.



Reported By:Ashwin Solanki
Indian news TV